તમારી સાથે વાત કરવા રાહ જોઈ રહ્યો છું એટલી વાર ન લગાડતા કે રાહ જોતા જોતા મારી આંખો ઢળી જાય ! તમે જ્યારેથી off line થયા છો ત્યારથી મને જરાય ચેન નથી પડતું . તમારુ last seen વારંવાર જોયા કરુ છું.અને વિચારું છું કે ક્યારે online માં ફેરવાય . મને ખબર નથી મને શું થઈ રહ્યુ છે આવુ તો ક્યારેય મને નહોતું થયું .આપને જોયા પછી મને ચાંદનુ રૂપ પણ સાવ તુરછ લાગવા માંડ્યું છે.! અને હા તમારી સાથે ની એ વાત મને હજીયે કાનમાં ગુંજી રહી છે મને તમારો કર્ણ પ્રિય અવાજ ખૂબ જ ગમે છે. પણ શું કરું મારૂ એવું નસીબ ક્યા છે ! તમે મારી નીકટ હતા છતા પણ તમને નિકટથી ક્યારેક જોયા નથી. તમે આજે દૂર છો ત્યારે મને એ દિવસો તડપાવે છે આમતો આપણે ક્યારેય એટલા મળ્યા નથી પણ હા એકવાર મળ્યા હતા મને યાદ છે. તને કદાચ આ બધુ યાદ નહિ હોય કારણ કે તમારી જોડે દિલ તો છે પણ મારી જેવું નાજુક દિલ તમને ક્યાં સાંપડ્યું છે ? કાસ ઇશ્વર તમને પણ મારા જેવું દિલ આપ્યું હોત તો કદાચ આ વાત તમે લખી હોત ! જવાદે હવે કેમ કે તમને હવે ક્યાં સમય છે કે અમારી યાદ આવે ! અને હા કદાચ તમે મને પ્રેમ પણ ન કરતા હો એવું મને ક્યારેક લાગ્યા કરે છે પણ એ હું મન પર નથી લે તો કારણ કે તમને હું કાયમ મારા દિલમાં રાખું છું તમે મારી ગઝલ છો.. તમે મારી યાદ છો . તમે જ મારા નયનના નીર છો .તમે જ મારા દિલની ધડકન છો. . ખબર નથી કેમ આજે મારું.કલમનું ટેરવું આમ લખ્યા કરે છે લખ્યા જ કરે છે મારા દિલમાં સમાયેલી અગાથ વાતો . આ બધું જ્યારે તમે વાંચશો ત્યારે કદાચ તમને આશ્ચર્ય પણ લાગી આવે પણ કાશ એ અવસર તમને મળે તમને સમય તો છે જ નહિ તમે whatshpp ની દૂનિયામાંથી અદ્શ્ય થઈ ગયા છો પણ ભલે થયા પણ હદયની દૂનિયામાંથી તમને ક્યારેય અદ્રશ્ય નહિ થવા દઉ .કારણ તમને હું ચાહું છું એક સાચા મિત્ર તરીકે., sorry નહિ કહું આજે . ચાલ ફરી મળીશું એક અનોખી જ જખ્મી વાત લઈને કારણ તમે મને ઝખ્મો જ ધર્યા છે છતાંય એક વાત કહું છું મને કોઈ ગમ નથી યાર તમે જ્યાં છો સુખી હો એજ મારો પ્રેમ છે અને હા તમારી ઉંમર ક્યારેય ઘટશે નહિં કારણ તમને ખબર છે હું તમારો વિશ્વાસુ યાર છું અને હા લેખક પણ ખરો મારી ઉંમર માંથી એક એક ઉમર ગઝલ સંગ મોકલાવી દઈશ ....
તારો યાર
'શ્વેત"
No comments:
Post a Comment