વિધાતા તારી કલમ બદલાવી દે
મૂરજાઈ ગયેલા ચહેરા ખીલાવી દે!!
ગઈ ધાર અશ્રુની એમના ઘર સુધી
તરતી ચબરખી મળી હવે ભૂલાવી દે !
કોઈને નથી પડી કોના શું હાલ છે
તારી આપબીતી તું જ સંભળાવી દે!!
પ્રેમ મળ્યા પછી વિરહ પણ મળે
ગઝલની આંખો તોરણથી શણગારી દે !
ખુલ્લા રાખી કાન સાંભળ મારી જાન
તારા દિલને પથ્થરોમાં દફનાવી દે!
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment