Friday, February 3, 2017

ગઝલ

આંસુઓ આવતા તૂટતો જાઉ છું
છું દરીયો હવે ખૂટતો જાઉ છું

આવતા ને જતા રોજ મળતાં હતા,
આજ હું આંખને લૂંછતો જાઉ છું

દૂરથી જોવું છું ચાંદના રૂપને ,
અંબરે આંબવા ઊડતો જાઉ છું

ગમ રહ્યો એટલો  ભાનમાં હું નથી
મારું સરનામું હું પૂછતો જાઉ છું

ભૂલતા ભૂલતા આજ હું પ્રેયસી
" શ્વેત" હું કાયમી ઊંઘતો જાઉ છું

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment