Friday, February 3, 2017

ગઝલ

ભૂલાઈ ગઈ છે અમારી વ્યથાઓ ,
અમોને મળી છે સદાની સજાઓ !

હવાઓ જરા તો કહીને જ આવો ,
રહ્યો  હું નથી એ જણાવીને આવો .

સજાવી હતી સેજ ફૂલો વસાવી ,
ગયું કોણ કાંટા ભરાવી જણાવો ?

અમો એ ન જોઈ દિલોની દુનિયા,
ઓ ખુદા ! તમે જિંદગી ઊલટાવો !

કરે છે ગઝલમાં અરજ " શ્વેત " એ કે,
અમારી ન કોઈ કહાની જણાવો !

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment