Wednesday, February 1, 2017

ગઝલ

ચાહતા એ હશે જાણવા માંગતો ,
  તે છતા પ્રશ્ન  એ રાખવા માંગતો !

 જાણું છું કે મળી પ્રેમની  આ સજા ,
 તે છતાં આ વિરહ માણવા  માંગતો !

  એ તો મૃગજળ સમા જિંદગીના રહ્યા
  એ રહી  આશ જે પામવા માંગતો !

  એમના ખત હદયના હતા ટૂકડા ,
   આજ એ ટૂકડા બાળવા માંગતો !

   જો રહી આ તમન્ના અધૂરી તો  શું ?
    કાયમી યાદને  સારવા માંગતો !

 . . . . મેવાડા ભાનુ " શ્વેત
          1,02,2017

No comments:

Post a Comment