દર વર્ષે પતંગ પર
સંદેશ લખી
તારા સરનામે
ઊડાડુ છું ,
પ્રત્યુત્તર મળતો નથી !
લાગે છે આભ ગળી ગઈ !
સૂરજ બાળી ગઈ
કે સમીર ચાવી ગઈ
વૃક્ષોએ લપેટી લીધી
પતંગને,
અંતે આ નિર્ણય
મે લીધો !
આખે આખા આભને
ઊડાડું છું...
મેવાડા ભાનુ " શ્વેત"
14,01,2017
No comments:
Post a Comment