Saturday, September 3, 2016

ક્યાં મૂકવા ?

એ સ્મરણો વાળીને ક્યાં મૂકવા ?
મન મનાવીએ હદયને ક્યાં મૂકવા ?

અશ્રુઓ સારવાનું  બંધ કરી દીધું છે,
ભરતીઓનાં  દરિયાને  ક્યાં મૂકવા ?

તને ભૂલીને થઈ  ગયો સાવ સૂકું રણ ,
તારી યાદનાં  વંટોળને  ક્યાં મૂકવા ?

મુસાફરીનો સંગાથ તો છોડી દીધો છે ,
સફરોના    પડછા�યાને ક્યાં મૂકવા ?!

લાશ આખરે રાખ  થઈ  ઊડી જશે,
શ્વેત " ઓઢેલ કફનને ક્યાં મૂકવા ?

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment