તું શું જાણે ??
મારા આંસુઓને તું શું જાણે ?
પરાયા વિરહને તું શું જાણે ?
નથી આ કલમ ખાલી કાગળ ,
કવિના હદયને તું શું જાણે ?
21 મી સદીની છે તું સુંદરી ,
મીરાના હળાહળને તું શું જાણે ?!
ચાંદની વાહ વાહ કરનાર ,
સૂરજની તડપને તું શું જાણે ?
શ્વેત " ભૂલ્યો નથી ઇશ્વરને
માણસના દુઃખને તું શુ જાણે ?!
મેવાડા ભાનુ "શ્વેત
No comments:
Post a Comment