Wednesday, August 24, 2016

જય શ્રીકૃષ્ણ


........જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ ....જન્મજયંતિ ની શુભેચ્છાઓ ...

હે કાનુડા ! આવીને ફરી  વાંસળી વગાડને ,
સૂનું સૂનું  મારું ગોકળીયું  ફરી જગાડ ને.
ખૂટી ગયું છે માખણ ને ગૂંજતું  ઘમ્મર વલોણું
રીસાઈ છે ગાવલડી ગોવાળીયા હરખાવ ને.
                       હે કાનુડા ! આવી.....

ગેડીને દડો  લઇ  આવી જા મેદાનમાં ,
આજના  ગોવાળીયાઓને ઘર છોડાવને .
પંખાળી દીધા હતા તે આંસુઓથી ચરણો ,
તાંદુલમાં  મિત્રતાના  ભાવ  સમજાવને .
                         હે કાનુડા ......
                    
સૂની  છે ગોદ મારા  ગોકુળીયા  ધામની ,
આવીને  મધરાતે ફરી   ધામને  સજાવને .
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી ,
શ્વેત " આવે છે આઠમ આનંદ ઊભરાવને.

- મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment