Tuesday, August 16, 2016

બની શકુ છું

અનુભવ તો નથી મને પ્રેમનો,
પ્રત્યક્ષ આવો તો કરી શકુ છું .

આમ તો પથ્થર જ છું હું,
શ્રદ્ધાથી આવો પ્રભુ બની શકુ છું .

આમ તો  વૃધ્ધ થઈ ગયો છું ,
કવિ છું બાળક બની શકું છું .

છું રામ નામનો  હું પ્હાડ ,
રાવણના હાથેય તરી શકું છું.

શ્વેત " કફન અર્થ  છે અમારો,
જીવતા ય ધારણ કરી શકુછું .

-મેવાડા ભાનુ " શ્વેત
16-08-2016

No comments:

Post a Comment