Monday, August 15, 2016

જીવવું જોઈએ

જવાનીમાં હૈયાને ખોવું જોઈએ ,
મૌસમ હોય તો પલળવું જોઈએ .

બે હોઠ જો હોય સમીપે સમીપે ,
આ અવસરને ચૂમવું જોઈએ .

ચાહતા જ હો ખરા દિલથી તમે ,
સમયસર જણાવવું જોઈએ .

મળે જો બેવફા�ઇ પ્રેમમાં ,
આંસુઓ પીને જીવવું જોઈએ .

જિંદગી મળે છે એક જ વાર ,
છે મરવાનું પણ જીવવું જોઈએ .

મેવાડા ભાનુ ' શ્વેત

No comments:

Post a Comment