Monday, June 20, 2016

કાબુમા રાખજે

લાગણીને જરા કાબુમાં રાખજે
જોબનીયું જરા કાબુમાં રાખજે

જામથીએ નશો  પ્રેમનો  છે વધું
આંખડીયું  જરા કાબુમાં રાખજે

ધોધમારે  પડે મેહુલીયો  જિરે
અંગ અંગે  જરા કાબુમાં રાખજે

મધુકરો ઊમટ્યા છે  ફુલોને  ઘરે
ફોરમોને જરા કાબુમાં રાખજે

શ્વેત ' મેવાડા ભાનુ

No comments:

Post a Comment