Sunday, February 21, 2016
જીંદગી માં જીવતા આવડ્યું નહિ ,
જીંદગી ને માણતા આવડ્યું નહિ .
કેટ કેટલાં પુષ્ષો શીખવી ગયાં ,
હજી કંટકોને મ્હેકતાં આવડ્યું નહિ .
ઇશ્વર ઊભો જ હતો સુખ આપવાં ,
અમને દુઃખ સંતાડતા આવડ્યું નહિ.
એ જ આવ્યા હતાં કિનારે મળવા ,
માછલી ના રૂપમાં છલકાતા આવડ્યું નહિ.
ઘણું સમજાવ્યું હતું ખતોમાં તમે ,
અભણ પ્રેમી ને સમજતા આવડ્યું નહિ
મેવાડા ભાનું 'શ્વેત'
મને ત્યારથી વધારે ગમે છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment