ભીતર જવાય સારું
મારા મા જવાય સારું
બહાર છે બધું મારુ
અંદર નું થાય સારું
બંધ આંખે જોઉ તને
મનથી જોવાય સારું
' શ્વેત ' યુવાન ભલે હો
સમયે ભજાય સારું
જન્મ મૃત્યુ જીવન ,
વચ્ચેનું સમજાય સારું
મેવાડા ભાનું 'શ્વેત'
No comments:
Post a Comment