Saturday, October 9, 2021

સાહિત્ય સફર...


ટીવી પર ચાલતા કવિ શ્રી શૈલેષ લોઢઆનો બહોત ખૂબ કાર્યક્રમ જોતા થયું હું પણ લખી શકું એ દિવસે મેં પહેલી કવિતા 2014 કાગળ પર ઉતારી....પછી મેં શ્વેત નામથી લખવાની શરૂઆત કરી..ત્યારબાદ  આગળ 2016 માં મેં    "અંશ  "નામથી લખવાનું શરૂ કર્યું કારણ કે શ્વેતનામ થી તો ઓલરેડી કવિ લખે છે.ત્યાર બાદ અંશ પાછળ પાલનપુરી રાખવું કે ખીમત રાખવું એનું માર્ગ દર્શન મને કવિ શ્રી મંથન ડીસાકર સાહેબે આપ્યું એમને કહ્યું કે ખીમતવી કરી દો કાતો પાલનપુરી ....પછી મેં ખીમતવી નામ સ્વીકાર્યું અને આમને આમ લખવાનું આગળ વધતું ગયું..... છંદ માં લખતા કવિ શ્રી રવિ દવે પ્રત્યક્ષ  એક ગ્રુપ બનાવી ને અમને શીખવાડ્યું...ત્યાર બાદ અનેક કવિઓનો સંપર્ક વધતો ગયો અને શીખતો રહ્યો...... ત્યાર બાદ શબ્દ સાધના ગ્રુપનો સંપર્ક થયો અને બસ આમજ લખવાનો રસ જાગતો રહ્યો.....ખરેખર ઘણા બધા મિત્રોનો આભારી છું....



    મારી પહેલી રચના તોફાની તાંડવઃ દૈનિક ના તંત્રી શ્રી જીગર ભાઈ એ દિવાળી અંકમાં છાપી હતી... 







સાહિત્ય સિદ્ધિઓ :  ગીત ,ગઝલ, કાવ્ય ,લઘુવાર્તા વગેરે  રચનાઓ...

- 2018 માં નડાબેટમાં તોફાની તાંડવઃ દૈનિક દ્વારા બનાસકાંઠાના કવિ તરીકે સન્માન અને ગઝલ પઠન 
- અંબાજી માં કવિ સંમેલનમાં ગઝલ પઠન
- 2019માં કવિતા લેખનમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નમ્બર
- સમાજ સાગર સાપ્તાહિક માં અવાર નવાર રચનાઓને સ્થાન...
- મધુરીમાં ,સંદેશ ,બાળભાસ્કર વગેરેમાં રચનાઓને સ્થાન 


# પુસ્તકોમાં સ્થાન :

- પાંદડી 1 અને 2,"
- પડછાયો ગઝલ સહિયારી,
-  છીપના મોતી બાળ સંગ્રહ સહિયારી રચના સ્થાન

No comments:

Post a Comment