તને યાદ છે?
તારો 'ઓનલાઈન' મેસેજ
ટપકતા જ મારા મૃત શરીરમાં જીવ
આવતો
બીડાયેલું ફૂલ ખીલી ઉઠતું
લાગણીઓનું પતંગિયું ઉડવા લાગતું..
ઉત્સાહનો સૂરજ ઉગતો
ચહેરાપર સ્મિતનો પવન રેલાતો
આનંદનું ખળખળ ઝરણું વહેતું
અને
હું મારી જાતને ભૂલી જતો
તારામાં ખોવાઈ જતો
તારો '"ઓનલાઈન" મેસેજ ટપકતા !
-અંશ ખીમતવી
No comments:
Post a Comment