પ્રેમ મળે
ન મળે
એ તો કિસ્મતની વાત છે
પણ
સતત એને ચાહતા રહેવું
સાચો પ્રેમ છે .
મારે મન તું સૌથી સુંદર છે
અખિલ બ્રહ્માંડમાં !!
તારી ચાહતમાં પરમાત્મા !
મારે મન ખોબામાં દરિયો મળ્યો!
તું વિરહનું એક આંસુ પાડ
અને
વહીને તડપતા 'અંશ'રૂપી
ઊછળતા સાગરમાં
સમાઈ જા..
બસ પછી
શાંત શાંત શાંત....
- અંશ ખીમતવી
No comments:
Post a Comment