વીતેલા એ દિવસોની વાત કર,
ને ફરી તાજી એ મુલાકાત કર.
ઝેર જેવા હોય જો મિત્રો કને,
ખુદને આ સંગથી બાકાત કર!
એક બાજુ ખાઈ ને કૂવો બીજી-
તે છતાંએ મોતની ના વાત કર !
ગૂંચવાઈ જાય જીવન જીવતા ,
ગૂંચળામાંથી નવી તું ભાત કર !
દિવસે કામો કરી થાકી ગયો ;
સૂર્યની માફક હવે તું રાત કર !
- ansh khimatvi
No comments:
Post a Comment