કટાક્ષ કાવ્ય / ઓનલાઈન મિટિંગ
આ બેસ્ટ કરો તે બેસ્ટ કરો
આ નિયમ પાળો
તે નિયમ પાળો
અને
હા ,એક મિનિટ પણ લેટ નહી ચાલે !
ખબર તો છે ને આ પ્રાઇવેટ જોબ છે !
હા, સાહેબ.
નીચું મો રાખી મશીનની માફક
20 વર્ષ સુધી ઈમાનદારી પૂર્વક
વર્ક કર્યા પછી
અચાનક કુદરતે કોરોનાનો કેર
વરસાવ્યો,
હવે ?
નિયમ મુજબ લોકડાઉનમાં રહેવું પડ્યું
બીમારીઓ માથાપર ગણગણવા લાગી
ભાડા ભથ્થાનો બોજ વધવા લાગ્યો
અરે,
રૂપિયાઓની તંગીઓ વર્તાવા લાગી !
ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા!
આંખે આંસુઓ વરસવા લાગ્યા !
પણ, લાચાર વ્યક્તિ શું કરી શકે ?
બસ
લમણે હાથ રાખીને એક વિચાર
' વરસોની ઈમાનદારી પાણીમાં ગઈ '!
પણ,
કોરોનાના સમયના પગાર અંગેની ઓનલાઈન મિટિંગ
હજી ન ભરાણી....
- અંશ ખીમતવી...
No comments:
Post a Comment