Saturday, May 9, 2020

ગીત / બચ્ચાનું

બચ્ચાનું ગીત / 

મમ્મી મારે ઉડવું છે માળાથી બહારે 
ક્યારે ફૂટશે બે નાનકડી પાંખો મારે ?
મમ્મી મારે ઉડવું છે માળાથી બહારે....

બારી માંથી જરીક ડોક કાઢું હું બારે
દૂર દૂર દેખાય છેક પહોંચે ના આંખો મારે
ક્યારે આભને બાથ ભરીશ એ વિચારે
મમ્મી મારે ઉડવું છે માળાથી બહારે....

આખું ઘર માથે લીધું વાગે નગારું મારુ 
મમ્મીએ વ્હાલનો હાથ ફેરવી કહ્યું કંઈક વિચારું !
બચ્ચું પણ  ક્યાં માને , છેક આવ્યું હવે ધારે !

મમ્મી મારે ઉડવું છે માળાથી બહારે 
ક્યારે ફૂટશે બે નાનકડી પાંખો મારે ?
મમ્મી મારે ઉડવું છે માળાથી બહારે....

- અંશ ખીમતવી

No comments:

Post a Comment