ઉદાસી જરાયે ખસેના ,
શું ઉજ્જડ જમી ફૂલ ખીલેના ?
કરું શું ઉપાયો કહો તો !
વીતેલી એ યાદો હટેના !
દવા ક્યાંય મારી મળે નહિ,
કરોના ! છે ભારત ,ડગેના !
તને માંગવા તો ઉભો છું ,
પેલો તારલો પણ ખરેના !
નસીબે રડાવી દીધો છે ,
કર્યો પ્રેમ જેને, મળે ના !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment