જ્યારે જ્યારે
હું
નાસીપાસ થતો હતો
હારી જતો હતો
આંખો પાણીથી ભરાઈ જતી હતી
કોઈ માર્ગ સૂઝતો ન હતો
ચહેરા પરની રોનક કરમાઈ જતી
ત્યારે,ત્યારે
તું
મને હિંમત આપતી હતી
મારી પડખે આવી ઉભી રહી જતી
મારી આંખોના આંસુઓ લૂછતી
તું મને કેટલો પ્રેમ કરતી
ત્યારે.....
આજ
નથી તારો પ્યાર મળતો
કે
નથી તારો સાથ મળતો
તારો" અંશ" સૂકા રણમાં તરફડે છે
અને
તરફડતો રહી જશે
શ્વાસ પણ છોડી દેશે
પણ તને શું.........
-અંશ
No comments:
Post a Comment