Wednesday, April 10, 2019

અછાંદસ કાવ્ય

વૃદ્ધાવસ્થા....
હાથ,પગ, કહોને
કે શરીર સાથ ન આપે
તો પણ એકવાર ચલાવી લઈશ.
હું
ઘસાતો ઘસાતો
કે લાકડીના ટેકે
મુકામ સુધી પહોંચી જઈશ ,
ખાટલો ,બાટલો
આવશે
છતાં ,
હું જાતને
સશક્ત માનીશ,
પણ
જ્યારે
દીકરો ઘરડાઘર બતાવશે
ત્યારે
હું
નિર્બળ ,વૃદ્ધ
થઈ જઈશ !
- અંશ ખીમતવી

No comments:

Post a Comment