મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તું મારી સાથે હોત ,
તો મારી આંખોમાં પાણી ન હોત,
મારા ચહેરાપર ઉદાસી ન હોત,
મારા હદય પર જખ્મો ન હોત,
એકાંતની ગૂંગળામણ ન હોત,
શ્વાસોની ઉણપ ન હોત ,
જિંદગી લાશ ન હોત ,
ભાવિ ખાખ ન હોત ,
હવામાં ઊડતી રાખ ન હોત ,
તું
જો સાથે હોત,
જિંદગી ,જિંદગી હોત !
અંશ ખીમતવી
No comments:
Post a Comment