Friday, October 12, 2018

મન

મન જ્યાં લઈ જાય તાણી
ના જા તુ ! સાંભળ વાણી !

થઈ અસવાર કર સવારી,
પછી મન ભરશે ત્યાં પાણી .

પછી હિમાલય ડોલવા લાગે,
મક્કમ મનની એજ કહાની .

ખીલેલું કમળ નજરે પડશે,
હશે શુદ્ધ વિચારોની વાવણી.

આંનદ ,સુખ ક્યાં શોધે છે તું,
ભીતર ઉતર "અંશ" સ્વંય જાણી!

અંશ ખીમતવી..






No comments:

Post a Comment