હથેળીમાં તારી હથેળી મળી હતી
એ પળ જિંદગીની અનેરી હતી
પછી હળવેકથી મેં ચૂમી હતી,
તારી હથેળી નાજુક ને નમણી હતી
તારી આંખો જ્યારથી જોઈ હતી,
મારી નિંદર રોજની ખોઈ હતી
આવીજા ને તું મારા આલિંગનમાં ,
દિલની ધડકનો પછી સાંભળી હતી ?
તારા રેશમી કેશ આગળ ,ગાલ પર લટ
સાચું કહું તારી શુ જવાની હતી !
અંશ ખીમતવી
No comments:
Post a Comment