તું જ કે હું કઈ રીતે ખુશ થાઉં ?
તને એ ખબર નથી કે ,
તું મારાથી દૂર છે પણ એટલી નથી
કારણ કે
ક્યારેક ક્યારેક તો તારી નજરો
મળી જ જાય છે ..બે ત્રણ મહિને !
એટલે પછી મહિનાઓ સુધી
એ દ્રશ્ય યાદોમાં રહે છે એટલે તું નજીક જ લાગે.
પણ હવે
હું દૂર જઈ રહ્યો છું
મારુ દિલ બહુ રડે છે આંખો બહુ વરસે છે
એ વિચારી ને કે
ક્યારેક ક્યારેક તારો નજારો જોવા મળતો હતો
એ પણ હવે ગયો !!
અંશ ખીમતવી
No comments:
Post a Comment