Thursday, April 12, 2018

ગીત


બીજું બધું તો બરાબર અલા..
પણ પેલી છોકરી મને બહુ ગમી !
ફૂલ સમા બે ગુલાબી હોઠો ,
ને ગાલનો ક્યાંય ન મળે જોટો
વાંકડિયા લટવાળી,
ગાલે ખંજન વાળી ...
બીજું બધું બરાબર .....

જો હસે તો આકાશેથી ફૂલડાં જરે ,
ચાલ એતો નાગીનની ચાલે ,
કેડ એની પાતળી ગોરી ગોરી
આંખલડી અણિયાળી વાળી..
બીજું બધું તો બરાબર...

જેમ પીગળે પહાડ બરફનો ,
એને જોઈ પીગળવા હું માંડ્યો .
હદય નથી રહેતું હાથમાં મારા,
એ પંખી બની ઉડવા લાગ્યું .
પેલી છોકરી શુ નખરવાળી..

બીજું બધું તો બરાબર અલા..
પણ પેલી છોકરી મને બહુ ગમી !

અંશ ખીમતવી

No comments:

Post a Comment