Tuesday, September 26, 2017

થાય એ ખરું ...

અરે બેઠો થા જે થાય એ ખરું
જિંદગી છે આ તો  હરાય એ ખરું

લૂછી નાખ આંસુઓ બધા ડરનાં
ડગલા ભર્યા તે , પાછા વળનાં
જિંદગી ના ખેલ રમવા થા શરૂ
અરે બેઠો થા જે થાય એ ખરું

દિવેલ પીધા જેવુ મો કર નહિ
અરે મોત આવે પાછું કર નહિ
શિખરો ઓળંગવા કર શરુ
અરે બેઠો થા જે થાય એ ખરું

ઇતિહાસમાં નથી તો શું થયું
ઇતિહાસ રચી કર તું નવું
શક્તિ છે ભક્તિ સાંભળ ખરુ
અરે બેઠો થા જે થાય એ ખરું

દિવસો બધા સરખા નથી હોતા
રોજ આંખમાં આંસુ નથી હોતા
કર હામ જિંદગી ને  માત દે ભેરુ
અરે બેઠો થા જે થાય એ ખરું .....

અંશ ખીંમતવી

No comments:

Post a Comment