બીજું શું તું કરે એ સાચું
મારું નસીબ હવે વાંચુ
બીજું શું તું કરે એ સાચું
સુખ દુઃખ ગણતો રહીશ
કષ્ટો લાખ ભલે સહેતો રહીશ
તોય જીવતો રહીશ હું ઝાઝું
બીજું શું તું કરે એ સાચું ...
ખુદને દોષ આપીશ નહિ
એમ કંઈ મનથી હારીશ નહિ
વિચારીશ ના ક્યારેય કાચું
બીજું શું તું કરે એ સાચું .....
ખુદને ખુદ જાણી ગયો છું
ભ્રમ હતો એ ભીગી ગયો છે
ગીતા મનમાં રોજ રાખું
બીજુ શું તું કરે એ સાચું .....
મેવાડા ભાનુ " અંશ"
No comments:
Post a Comment