Monday, January 30, 2017

રાત કરી રહ્યો છું

રાત કરી રહ્યો છું !!

જેમને  ચાહતો હતો  ખરા દિલથી  
 એને જ ગઝલોમાં સવાલાત કરી રહ્યો છું

હાથમાં કંકોત્રી છે ને આંખમાં અંગારા
હદયની ઉર્મીઓને માત કરી રહ્યો છું

મારું મોત છે સામે ને વાત કરી રહ્યો છું
આ છેલ્લી ઘડી મુલાકાત કરી રહ્યો છું

મારી લાશ ભડભડ વર્ષોથી બળી રહી છે
તારી યાદમાં રડી રડીને શાંત કરી રહ્યો છું

""શ્વેત "કાગળ બની ગયું છે કફન , શબ્દ હું
લો ગઝલમાં જિંદગીની રાત કરી રહ્યો છું

મેવાડા ભાનુ " શ્વેત
30,01,2017

No comments:

Post a Comment