......સંજના stoty part 2( અંતિમને જાણ થશે કે શું ? સંજના એને ચાહતી હતી તો જાણવા વાંચો આ Story.... સંજના .....
અરે ! ક્યાં હતી આટલા દિવસ ? હું તને ક્યારનો મળવા ઇચ્છતો હતો .ને તું અચાનક ક્યાં ગુમ થયેલી ? સંજના દર્દ ભરેલા શબ્દોથી બોલી ",બસ મારી friend ને ત્યાં મળવા ગઈ હતી . વધુ કંઈ બોલી નહિ ને by કહી પછી મળુ એમ કહીને ચાલી ગઈ .
........ અંતિમ ઘણા દિવસે મળ્યો હતો સંજનાને વાત તો કરવી હતી પણ કેમ જાણે એ સંજનાને રોકી ન શક્યો ! એના શબ્દોમાં દર્દ ને જાણે પારખી લીધું હોય એવું લાગતું હતું. એ મનોમન વિચારે છે કે કંઈક એવી વાત છે જે સંજનાને તડપાવે છે ....સંજના ! ક્યાં સુધી તું આમને આમ વાતને છૂપી રાખીશ ? આ ડૂમાને તું વહાવી દે ! પ્રિયાએ અંતિમને આ સત્ય હકીકત કહી દેવા જણાવ્યું પણ સંજના એકની બે ન થઈ .....
અચાનક અકસ્માતના સમાચાર સંભળાયા . અંતિમની પત્નીને એક્સિડેન્ટ થયો છે અને એમા એ મૃત્યુ પામી છે અંતિમ આ સાંભળતા જ અવાક થઈ ગ્યો . ને ત્યાં જ ઢળી પડ્યો ! અંતિમ ને તરત જ દવાખાને પહોચાડવામાં આવ્યો . અંતિમને હોશ આવ્યો પણ એ સાવ અવાક થઈ ગયેલો કંઈક કહેવા ઇચ્છતો હતો પણ કંઈ કહી નહોતો શકતો .સંજના અશ્રુ ભરેલી આંખથી અંતિમ અંતિમ પૂકારતી હતી પણ અંતિમને કશુય કાન પર અથડાતુ ન હોતું સંજના તેથી ખૂબ ચિંતિત હતી પણ એ પણ હિંમત હારી નહોતી એને કોઈ પણ ભોગે અંતિમને હેમખેમ કરવાનો મનમાં મનસૂબો ઘડ્યો.
સંજના અંતિમને ફરવા લઈ ગયેલી ગમે તે કરીને અંતિમ ફરી એ ઘા માંથી બહાર આવે . એ માટે વિવિધ સ્થળોએ કુદરતી સૌંદર્યની ગોદમાં વિહરવા લઈ જતી .ત્યાં રમણીય સ્થળ બતાવતી . અને આનંદ ભરેલી વાતો કહેતી આમ મહિનાઓ પસાર થવા લાગ્યાં ને અંતિમની હાલતમાં સુધારો આવતો જણાતો હતો .હવે અંતિમ ધીરે ધીરે નવીન વાતાવરણમાં આવવા લાગ્યો સંજના સાથે વાતો પણ કરતો અને હવે સંજનાને પણ અંતરથી અંતિમના ઠીક થવાથી હાશકારો થયો.. બસ હવે એમ જ મળતા મળતાં દિવસો પસાર થતા હતાં . ..
એક દિવસ અંતિમે અને સંજના સંધ્યા સમયે દરિયા કિનારે આનંદથી વાતો કરતાં હતા આજે સંજના દિલની વાત જણાવી દે એવું લાગતું હતું કારણ કે અંતિમ આજ ખુશ હતો .મોજાઓ પણ જાણે હકીકત જાણવા આતુર હોય એમ કિનારે ઊછળતા હતા. મધુર શીતળ લહેરકી સંજનાની લટોને સ્પર્શેતી હતી લહેરખીની પણ એજ ઇચ્છા હતી .સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો પણ કેમ જાણે એ ડૂબવા ન હોતો માંગતો ? એની પણ ઇચ્છા હતી કે આજે સંજનાના હોઠો ખૂલે અને દિલની વાત જણાવે , પથ્થરો, પ્હાડો ,વૃક્ષો,, ફૂલો ,ઝરણાં કાન ખૂલ્લા રાખી સફળા બેઠા હતા તમારી પણ એજ આતુરતા છે કે આજે સંજના મૌન તોડે .સંજનાના હોઠો ખૂલવાની તૈયારીમાં જ હતા ત્યાં તો અંતિમે વાત કાપતા ખૂબ ધીમા અવાજમાં કહ્યું ", સંજના , તે કોઈને પ્રેમ કર્યો છે ?????
. . . . .ત્યાં તો સંજના ઝડપભેર અંતિમને બાથ ભીડી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી........!
મેવાડા ભાનુ " શ્વેત "
30,12,2016
No comments:
Post a Comment