Wednesday, November 9, 2016

કાંઈ સમજાતું નથી !!!!

🌹 કાંઈ સમજાતું નથી 🌹

આ પ્રેમ શું છે મને કાંઈ સમજાતું નથી ,
ને તમને કેમ  વિસરાતું  નથી  કાંઈ સમજાતું નથી !!

આ પુષ્પ , કંટક લાલ રક્તથી તરબોળ  છે,
ને છે કોણ અહીં ઘાયલ કાંઈ સમજાતું નથી !!

વર�સાદની મૌસમે છે ને  ભીંજાયેલો રહે છે ,,
ને ફરે  છે કોણ વિરહમાં અહિં કાંઈ સમજાતું નથી!!

તું હોય છે  જ્યારે નીકટ ને વધી જાય છે ધડકન ,,
આ હદયને કંઈ બીમારી છે કાંઈ સમજાતું નથી !!

ને " શ્વેત " તમને જવાબ તો  મળતો નથી ,,
ને ગઝલ રોજ કેમ લખાય છે કાંઈ સમજાતું નથી !!

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment