Saturday, November 5, 2016

તમે પણ !!

તમે પણ !!

હું એકલો એકાંતમાં
ને આ સંધ્યા પણ
ઢળતી જાય ,
સ્મરણો તાજા થતાં જાય
આંખના અશ્રુઓ વહેતા જાય
જિંદગી વહી જાય ,
દૂર દૂર દેશમાંથી
આવ્યો પવન
મળ્યો ભીનો કાગળ !
તમે પણ ......

મેવાડા ભાનુ " શ્વેત 🌹

No comments:

Post a Comment