કિંમત તારી સસ્તી થઈ ગઈ
રૂપિયાની પસ્તી થઈ ગઈ
સાચી કિંમત છે માણસની
ઘણી વસ્તી સમજતી થઈ ગઈ
ભંડારોના જીભે રાખતાં તાળા
એ ચાવી આજ બોલતી થઈ ગઈ
એ કાળા નાણાનો થાય ભડાકો !
ઘણા રાજ ઊકેલતી થઈ ગઈ
પહેલાં સિક્કા વહેતા ગંગામાં,
ને આજ નોટો વહેતી થઈ ગઈ
આ માણસોની હાયરે દાનત !
સોનાની મૂડી વધતી થઈ ગઈ
દુખના ટાણે કેવા મો ફેરવતી
આજ સંબંધી શોધતી થઈ ગઈ
યારો હાથમાં હાથમાં મીલાવો
ઘણી મુસીબતો વહેતી થઈ ગઈ
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment