ગઝલ આપની........
વાટ જોઈ હતી રાહપર આપની,
ના મળી જિંદગીની સફર આપની.
એવું માની નજર માંડુ છું ચાંદ પર
ચાંદમાં તો મળે છે નજર આપની
નાવ મે એકલા પાર તો કીધી છે
જિંદગીમાંરહી છે ફિકર આપની
દૂર છો કેટલા ને છતા પાસ છો
દિલમાં પ્યારની છે સફર આપની
આહ! ભીની અમારી ગઝલ જિંદગી
વીતશે કેમ આ 'ના'' અગર આપની?!
મેવાડા ભાનુ " શ્વેત
25,10,2016
No comments:
Post a Comment