Monday, October 10, 2016

ખબર ન હતી ?

ખબર ન હતી ?

ચાહતો હતો તમને  ખબર ન હતી ?.
અમને એમ કે કહેવાની જરૂર ન હતી!

તમારી સખીઓ પાસે થી વાત મેં સાંભળી ,
તમારા હ્રદયમાં અમારી કોઈ સફર ન હતી !

એકતરફી પ્રેમને ભલે ન માનો આપ પણ ,
દુનિયા કહેશે જવાનીની  કોઈ કસૂર ન હતી !

શ્વેત "   જીવી  ગયો  આંસુઓ પી પી ને ,
કહે છે કોણ કે પ્રેમની કોઈ અસર ન હતી !

Mevada bhanu " shvet

No comments:

Post a Comment