શરમાય છે
દિવસો પસાર થાય છે ,
પણ રાત ક્યાં જાય છે !
શું અમને થાય છે એવું ,
શું તમને એવું થાય છે ?
જોવું છું મુજને આયનામાં ,
ને ચહેરો આપનો દેખાય છે,
હરપળે હર હર ખયાલે ,
શું ચહેરો અમારો દેખાય છે?
ખાયાલોમાં હું ખોવાઈ જાઉં ,
દિવસે સપનામાં હોઉં છું ,
પ્રેમમાં પડે એમને એવું થાય ,
શું આપને કંઈ સમજાય છે ? !
શ્વેત" ને મળી છે પ્રિયતમા ,
ગઝલો એથી રચાય છે ,
મળી ગયો છે જવાબ મુજને,
મળું છું ત્યારે શરમાય છે
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment