Saturday, August 13, 2016

આ નભમાં કંઈક ખૂટે છે
ચાંદ છે તારાઓ ખૂટે છે!

કેમ  ભૂલુ હું  તમોને
યાદો ચહેરો ઘૂંટે છે.

સમય નથી આજ મારો ,
ઘણાય મોજ  લૂંટે  છે .

અમને એક કરવા,
તારો ખુદ એક તૂટે છે!

ને ગઝલ વાંચી મારી,
પ્રેમ  એમનો વછૂટે છે.

શ્વેત ' ગઝલ તમારી છે,
પોતાની     ખૂટે  છે !

મેવાડા ભાનુ 'શ્વેત��

No comments:

Post a Comment