સમય નથી કે શું યાદ નથી કરતાં ,
પ્રેમ જેવું નથી કે શું યાદ નથી કરતાં .
આખું આકાશ રીસાઈને બેઠું છે,
તમે છો કે હજી ચાંદ નથી કરતાં .
તડપી રહ્યો છું હું મેહુલીયાની માફક ,
ધરા જેવો તમે સાદ નથી કરતાં !
ચોમાસું ગયું ને સાવ રહી ગયા કોરા,
છે આંખમાં આંસુ એટલે વાદ નથી કરતાં !
શ્વેત " આથમી ગયો છે સૂર્ય બની ,
''સંધ્યા' છે પ્યારી , ફરિયાદ નથી કરતાં .
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment