ગયા વરસાદમાં ભીંજાયો હતો તારી સાથે
આ વરસાદમાં ભીંજાયો એકલતાની સાથે
ગયા વરસાદમાં જાણી જોઈ છત્રી ભુલ્યો તો
આ વરસાદમાં તો સાવ આપણે કોરે કોરા
ગયા વરસાદમાં માટીની ફોરમ મહેકતી હતી
આ વરસાદમાં તો એ જાતને સંકેલી બેઠી છે
ગયા વરસનો વરસાદ તો વરસાદ હતો
આ ઓણુકામાં તો કાંઈ પાણી નથી !
ગયા વરસાદમાં લીલી પીળી છત્રી આપી
આ વરસાદમાં ખાલી હાથ પણ ન આપ્યો !
ગયા વરસાદમાં હું રડ્યો ,તે આંસુ લૂછયા તા
આ વરસાદમાં રડ્યો , આંસુઓ ક્યાં આવ્યા ? !
અંશ ખીમતવી
No comments:
Post a Comment